કનેક્શન-રૂહ સે રૂહ તક - 16

(12)
  • 3.2k
  • 1
  • 1.7k

૧૬.શબ્દોની જાદુગરની શિવે એનો બંગલો આવતાં જ જીપને બ્રેક મારી. અપર્ણા જ્યારે પહેલીવાર અહીં આવી, ત્યારે એની નજર બંગલોની નેમ પ્લેટ પર ન હતી ગઈ. આજે જીપમાંથી નીચે ઉતરતાં પહેલાં જ એની નજર બંગલોની નેમ પ્લેટ પર પડી. જ્યાં અંગ્રેજીમાં 'જાડેજા' લખેલું હતું. આજે અપર્ણા આ બંગલોને કોઈ માફિયાના બંગલો તરીકે નહીં, પણ એક એવાં વ્યક્તિનાં બંગલો તરીકે જોઈ રહી હતી. જેમાં અનેકો રાઝ છુપાયેલાં હતાં. જે અપર્ણા જાણવાં માંગતી હતી. પણ, જાણી શકશે કે નહીં? એ એને ખુદને ખબર ન હતી. એ બંગલાનું નિરીક્ષણ કરતાં કરતાં જ જીપમાંથી નીચે ઉતરી. શિવને આવેલો જોઈને ગાર્ડે તરત જ દરવાજો ખોલ્યો. અપર્ણા