સપનાંનું અપહરણ

  • 4.1k
  • 1.4k

મારે આજ કોલેજમાં રજા હતી. નતાશા બે-ત્રણ વાર ફેલ થઈ તો બિચારીને તેનાં પપ્પાએ ભણતી ઉઠાડીને લગ્ન કરાવી દીધા. આજે મારે રજા હતી તો મળવા બોલાવી, આમ તો મારે જવું જોઈએ પરંતુ એને એ બહાને થોડીવાર તો થોડીવાર બીચારી બહાર તો નિકળી શકે તો મેં બોલાવી લીધી. કદાચ દિવસ થી થાકેલા માણસનો થાક રાત્રીની ઉંઘથી ઊતરે છે, પરંતુ જીંદગીથી થાકેલા માણસનો થાક, મનગમતા મિત્રોથી જ ઉતારે છે... એટલે જ હું અને નતાશા સોશિયલ મીડિયા પર નહીં રૂબરૂ મુલાકાત કરી હૈયું હળવું કરવા, મળવા બેચૈન હતા. નતાશા આવી, અમે બંને મારાં રૂમમાં જઈ બહુ બધી વાતો કરી, મસ્તી કરી, નાસ્તો કર્યો,