છેલ્લી ક્ષણ

(14)
  • 4.2k
  • 1.5k

જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં રાહુલ એમનાં ફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર નિકળી પડ્યા, સવારનું ખુશનુમા વાતાવરણ જાણે મનને મોહિત કરી રહ્યું હતું,જેમ ઠંડીમાં ગરમાગરમ મસાલા વાળી ચા મળી જાય તો મનને કેવી ખુશી મળે, એવી આ આલ્હાદાયક વાતાવરણમાં અલગ જ સ્ફૂર્તિ મળી રહી હતી. બંને બહું દૂર સુધી નિકળી ગયા હતા કેટલું અંતર કાપી નાખ્યું ભાન જ ન રહી, એટલાં વાતવરણમાં ભળી ગયા હતા કે સમય અવધિ બધું જ ભૂલી ગયા. પાછળ બેઠેલા એમનાં ફ્રેન્ડનું નામ ધાર્મિક હતું. જેવું નામ એવાં ગુણ, એમના મોબાઈલની રીંગ વાગી ત્યારે બંનેને ભાન થયું, 'ઓહહહ માય ગોડ, ભક્તિનો કોલ છે, આજ તો મારું આવી બન્યું'