શ્વાસ અધૂરાં તુજ વિના - 4

(22)
  • 3.5k
  • 3
  • 1.9k

પ્રકરણ - ૪ બંસરી આહનાની વધુ પૂછપરછ કરતાં બોલી, "તો તારી સાથે એ શ્યામ? એ તારી ટીમમાં કેવી રીતે છે? એને તો તમે બંને પસંદ પણ નહોતા કરતાં ને? " "કોણ જાણે સમય બદલાતો રહે એમ અમે કરિયરને તિલાંજલિ આપવાની તૈયારીમાં હતાં અને એમ એણે ગિટાર સાથે તાલ મેળવીને કંઈ નવી દુનિયા રચવાનું નક્કી કર્યુ હતું. એને કેવી રીતે ખબર પડી એ તો ખબર નથી પણ એણે મને એક દિવસ સામેથી ફોન કર્યો અને લાઈવ શૉ માટે ઑફર કરી. મને એવો કોઈ શોખ રહ્યો ન હતો પણ એ સમયે મમ્મી પપ્પા ભાઈ સાથે કેનેડા હતા. મારે જીવન ચલાવવા કંઈ તો