શ્વાસ અધૂરાં તુજ વિના - 1

(31)
  • 4.9k
  • 2
  • 2.6k

પ્રકરણ - ૧ સાજનાં સાતેક વાગ્યાનો સમય છે. શહેર જાણે આખા દિવસનો થાક ઉતારવા હવે ઘરે પહોચવા થનગની રહ્યું હોય એમ ઠેર ઠેર ટ્રાફિકનો ચક્કાજામ થઈ ગયો છે. આમ તો ઉનાળાનાં દિવસો હોવાથી અંધકાર એટલું તો નથી, છતાં શહેરી જનતા ઉજાશ વિના જરાય ન રહી શકે એમ ચારેકોર લાઈટો શરું થઈ ગઈ છે. આ લાઈટો માત્ર લાઈટ્સ નથી પણ ઝગમગતી લાઈટોની સાથે, કોઈનાં જીવનનાં સૂર્યોદયની એક નાનકડી ઝાંખી છે. ટાઉનહોલની બહાર એ ટિકીટ કાઉન્ટર પર એ 'લાઈવ શો વિથ સુપરસ્ટાર આહના' માટે લાંબી લાઈન લાગી છે. અચાનક પોતાની ફોર વ્હીલર લઈને જતી બંસરીની નજર ટાઉનહોલની અંદર રહેલી ભીડની તરફ ગઈ.