આ જનમની પેલે પાર - ૪૫

(23)
  • 3.3k
  • 2
  • 1.6k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૫ દિયાન અને હેવાલી એકબીજાની સામે એ રીતે જોઇ રહ્યા હતા કે પહેલાં કોણ જવાબ આપશે?મેવાનના પ્રશ્નનો દિયાન કે હેવાલી કોઇ જવાબ આપે એ પહેલાં જ શિનામી બોલી:'મેવાન, આપણે હવે એમની કોઇ પરીક્ષા લેવી નથી. આપણે એમની ઇમાનદારી જોઇ અને અનુભવી ચૂક્યા છે. આપણો એક ભૂત તરીકે એમના મનમાં કંઇક ડર જરૂર હશે પણ આપણા પ્રત્યેની એમની પ્રેમની ભાવનામાં મને જરા પણ શંકા રહી નથી. આપણે એમનો જીવ લેવાની કોશિશ કરી ત્યારે એકપણ વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો નથી. ખુશી ખુશી આપણી સાથે ભૂત તરીકે જીવન જીવવા તૈયાર થઇ ગયા હતા. બલ્કે આપણે એમનો જીવ લઇ