રહસ્યમય અપરાધ - 5 - છેલ્લો ભાગ

(21)
  • 4.7k
  • 2.3k

(ભાગ-૫) "રઘુ, હવે તો પાકી ખાતરી થઈ ગઈ છે કે આ હત્યાનો જ મામલો છે અને ખૂનીને પકડવા આપણે ઘણાં નજીક પણ છીએ. મારા ખ્યાલ મુજબ ખૂની હજુ પણ આ રિસોર્ટમાં જ છે." સૂર્યાએ ઉત્સાહવશ સૌને કહ્યું હતું. એ સાંભળીને ત્યાં હાજર રહેલાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રિસોર્ટનાં મેનેજર પ્રદીપને સાથે લઈને ઇન્સ્પેક્ટર સૂર્યા તરત જ કેમેરાનાં કંટ્રોલરૂમ તરફ ગયો હતો અને ત્યાંના ઓપરેટરને દસમી તારીખનાં વહેલી સવારનાં છ વાગ્યાથી ફૂટેજ દેખાડવાનું કહ્યું હતું. પહેલાં તો રૂમ નં.૧૬ની લોબીવાળા સામસામા છેડાનાં બંને કેમેરાનું પોણી કલાકનું ફૂટેજ જોઈને સૂર્યાએ મનોમન કોઈની હિલચાલ નોંધી હતી અને પછી જીમનાં દરવાજા બાજુનાં