રહસ્યમય અપરાધ - 1

(18)
  • 6.3k
  • 2
  • 3.3k

(ભાગ-૧) તા.૧૦/૦૫/૨૦૨૧  શહેરથી થોડે દુર આવેલા હોલીડે-ઈન રિસોર્ટમાં થોડાં દિવસોથી ફરવા માટે આવેલા લોકોની ચહલ-પહલ ઘણી હતી. કોરોનાનાં સમયમાં ઘરે જ રહીને કંટાળેલા ઘણાં લોકો કોરોનાની લહેર હળવી પડતાં જ ફરવા માટે તથા રિલેક્સ થવા માટે જુદી જુદી જગ્યાઓએ નીકળી પડ્યા હતા. લોકોનાં ફરવા માટે આવવાથી કોરોનાકાળમાં સાવ મૃતઃપાય બની ગયેલા રિસોર્ટો અને હોટેલોનો આત્મા ફરી પાછો જોરશોરથી ધબકવા લાગ્યો હતો! થોડાં દિવસો સાવ નવરાધૂપ બનીને બેસી રહેલાં હોટેલોનાં સ્ટાફને પણ ઓવરટાઈમની કામગીરી કરવી પડતી હતી. હોલીડે-ઈન રિસોર્ટમાં પણ રજા માણવા આવેલા લોકોનો આવો જ ઘસારો હતો. રિસોર્ટમાં રૂમસર્વિસ આપનારાંઓ તથા રૂમની સાફસફાઈ કરનારાં ક્લિનરો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા