અવાવરું રેલ્વે સ્ટેશન - 2

  • 3.2k
  • 2
  • 1.4k

ભાગ - ૨ ઘણી વખત સફેદ ડગલામાં રહેલો માણસ વધારે મેલો હોય તેવું પણ બની શકે, આખું ગામ જેને ઉતાર માનતું હોય તે વ્યક્તિ અંદરથી સ્વચ્છ અને પવિત્ર હોય તેવું પણ બને. બાવળિયાની ઝાડી માં નાનકડી કેડી ઉપર આગળ ભૂમલો અને પાછળ ગૌરી, નાના ઉંઘેલા બાળકને ભૂમલાએ પોતાના ખભે નાખી દીધું છે. ભૂમલો હતો તો ઉતાર માણસ પરંતુ છ ફૂટની ઉંચાઈ અને પડછંદ કાયા ધરાવતો હતો, જો પાંચ જણાને બાથ ભરી લે તો કોઈ તેની બાથમાંથી છૂટી ના શકે તેવો મજબૂત હતો, હાથી ની સૂંઢ ઉપર જો મુક્કો મારે તો હાથી પણ ઘડીભર તો તમ્મર ખાઈ જાય તેવો પહાડી હતો.