અવાવરું રેલ્વે સ્ટેશન - 1

  • 4.3k
  • 1
  • 1.7k

ભાગ - ૧ જેનું રેલ્વે પ્લેટફોર્મ પણ તૈયાર નથી એવું એક રેલ્વે સ્ટેશન.....,જે કાયમ સૂમસામ રહેતું અને ભાસતું, જ્યાં ફકત એક જ ટ્રેન રાત્રિ વિસામો કરી બીજા દિવસે સવારે ૫:૩૦ કલાકે નવી મુસાફરી માટે નીકળી પડે છે. સાંજ નું અંધારું સાંજ ને વિદાય આપવા આવી પહોંચ્યું છે... સાથે સાથે રાત્રિએ પણ પોતાનું સામ્રાજ્ય ફેલાવાનું ચાલુ કરી દીધું છે. રાત્રીના અંધારામાં સ્ટેશન ની આજુબાજુ ફેલાયેલા બાવળના વૃક્ષો કોઈ ભૂત પ્રેત નો આભાસ ઉભો કરી રહ્યા છે. એકદંરે ઉજ્જળ કહી શકાય તેવું આ રેલ્વે સ્ટેશન હતું, રેલ્વે ના પાટા ને સમાંતર દૂર દૂર સુધી ગાંડા બાવળે ખુલ્લી વેરાન જમીનમાં કબ્જો જમાવ્યો હોય