વાલ્મીકિના મહાકાવ્ય ‘રામાયણ’ની નાયિકા. વિદેહરાજ સીરધ્વજ જનકની પુત્રી, ઇક્ષ્વાકુવંશીય રામ દાશરથિની પત્ની. રામ રામાયણકથાના નાયક તો સીતા નાયિકા. રામ એકપત્નીવ્રતધારી હતા તો સીતા સતી, પતિવ્રતા — ભારતીય સ્ત્રીજાતિની એકનિષ્ઠા-પવિત્રતાની જ્વલન્ત પ્રતિમા.એક વાર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં યજ્ઞભૂમિ ખેડતાં જનકને ભૂમિમાંથી મળેલી બાલિકાને સ્વપુત્રી ગણીને ઉછેરી અને ‘સીતા’ એવું યથાર્થ નામ આપ્યું. તેના જન્મ વિશે અનેક કલ્પનારમ્ય કથાઓ ઊભી થઈ છે, જેમાંની એકમાં તો તે રાવણની પુત્રી તરીકે ઉલ્લેખાઈ છે.પોતાની પ્રભાથી સર્વ દિશાઓને અજવાળતી શુદ્ધ સુવર્ણવર્ણા, લક્ષ્મી અને રતિની પ્રતિરૂપા, નખશિખ સૌન્દર્યમયી સીતાને અત્યન્ત ભારે પ્રચંડ શિવધનુષ ‘સુનાભ’ વડે ઘોડો ઘોડો રમતી જોઈને, તેને પેલા સુનાભને ઉપાડી પણછ ચડાવી શકે એવા વીરની