ડાર્લિંગ્સ-રાકેશ ઠક્કર ફિલ્મ 'ડાર્લિંગ્સ' ની રજૂઆત પછી આલિયા ભટ્ટ – કપૂર માટે નેપોટિઝમને બાજુ પર રાખીને ફરી એક વખત કહેવું પડશે કે તે અભિનયમાં કોઇને ગાંઠે એવી નથી. પરંતુ સ્ક્રીપ્ટની પસંદગી કરવામાં તે સતત થાપ ખાઇ રહી છે. બીજી નવોદિત અભિનેત્રીઓએ હજુ અભિનય શીખવાની જરૂર છે ત્યારે આલિયાએ સારી સ્ક્રીપ્ટ પસંદ કરવાનું શીખવું પડશે. તેની બુધ્ધિ વિશે આવતા જોક્સ સાથે આ વાતને કોઇ લેવાદેવા નથી એવો ખુલાસો કરવો પડશે! કલંક, સડક-૨ પછી 'ડાર્લિંગ્સ' તેનું વધુ એક ઉદાહરણ છે. તે એક સફળ નિર્માત્રી પહેલી ફિલ્મથી જ સાબિત થઇ ગઇ છે. શાહરુખ ખાન સાથે મળીને તેણે 'ડાર્લિંગ્સ' ને થિયેટર માટે બનાવી હતી