વજૂદ.. રાધા અને રુક્મિણી સમ જીવવાની મને આશ હતી,..તારા હોવાથી જ તો મારા જીવનમાં મીઠાશ હતી, જાણું છું હું એટલું કે દિલ તારું પથ્થર નથી, પણ સાથે રાખી સાચવી જાણે તું એવોયે સધ્ધર નથી તડપ મારી તને પણ એક દિવસ સમજાઈ જશે ખુદ ની ધડકન ની આહટ જયારે તારે માટે સજા હશે આખિરી મુલાકાત માં કેટલાયે ઇલ્ઝામ લગાવ્યા હતા ધિક્કાર અને નફરત કરતા કેટલાયે અપશબ્દો વાપર્યા હતાસ્વાર્થી, મતલબી, ખુદગર્જ અને બેવફા સમજતી હતી મને એ દેખાતું નહોતું કે હું જોવા જ માંગતી નહોતી, હું જાણતી હતી કે મારા વિનાની તારા જીવનમાં એક પણ ક્ષણ નથી, એ શ્રદ્ધા તારા દિલમાંથી હજી