જીવની અહંતા - 4

  • 2.8k
  • 1
  • 1.2k

// જીવની અહંતા -૪// // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત // મેં કેયુરને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની મા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. શાંતિભાઇ કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે આ તો છોકરું છે ક્યારેક તો  એને એની મા યાદ આવી જાય.    “હા. તમારી વાત બરોબર છે. જમનાની યાદ આવી જાય. એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ” આવા માણસો બહુ ઓછા જોવા મળે