જીવની અહંતા - 3

  • 2.7k
  • 2
  • 1.1k

// જીવની અહંતા -૩ // // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત // સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું ? સપનાને લાગતું હતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કેયુર અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના અંતરમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી. તે મનમાં અંદરને અંદર ધૂંધવાયેલી સપના એક દિવસ આખરે રડી પડી. અંતે તો તે પણ સ્ત્રી