કલ્પાંત - 4

  • 3.1k
  • 2
  • 1.4k

          મારા પપ્પાએ મૂરતિયો પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો.ગર્ભશ્રીમંત પરિવારનો એક નો એક નબીરો હતો.એની અવરજવર મારા ઘેર ચાલું થઈ ગઈ. એનો ભૂતકાળનો કાળો, કલંકિત ઈતિહાસ મને કોલેજકાળ દરમિયાન જાણવા મળેલ હતો એટલે મેં મમ્મી પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી પરંતુ પૈસાને પરમેશ્વર માનતાં મારાં માબાપને તો એ છોકરો જ લાયક લાગતો હતો.એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘેર આવ્યો અને  મને કહ્યું કે, સુની ! તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે. મેં મમ્મી અને પપ્પાના નામની બૂમો પાડી પરંતુ એ લોકો તો તે સમયે  બહાર ક્યાંક ચાલ્યાં ગયાં