'ધૃણાનુબંધ’ડિવોર્સ પેપર્સ બેડ પર મુકીહું આવી હોલમાં બેડરૂમથી હોલ સુધીનું અંતર જોજનો દૂર લાગ્યું ચિત્ત અને ચરણ બન્ને થાક્યા, હૈયું હાંફી ગયું છતાં મન મસ્તિષ્ક પરથી જાણે કે, મણ એકનો ભાર ઉતરી ગયો એવી હળવાશ અનુભવતી રહીવર્ષો બાદ આઈનામાં મારું પ્રતિબિંબ મને ઓશિયાળું ન લાગ્યું નજર સામે ફ્લેશબેકની એક રીલ દોડવા લાગી....એ દિવસો દરમિયાન હું હાઇસ્કૂલમાં ભણતીરીઝલ્ટનો દિવસ હતોફળીયામાં બેઠેલાં સૌ વારાફરતે મારી માર્કશીટ લઈને પોતાની અંગત પ્રતિક્રિયા મારાં પર થોપી રહ્યાં હતાંજે ફેમિલીમાં હંમેશા નેવું ટકા રીઝલ્ટની પરમ્પરા જાળવવાની ખાત્રી સાથે લડ્ડુ હાજર જ હોયત્યાં મારાં પાંસઠ પર્સન્ટેજ સૌને દાગ જેવાં લાગ્યાં એ પછી ધીમા અવાજમાં મેં આર્ટસ જોઇને