કનેક્શન-રૂહ સે રૂહ તક - 15

(18)
  • 3.4k
  • 2
  • 1.7k

૧૫.ખાટી-મીઠી તકરાર શિવની જીપ બરાબર બપોરનાં ચાર વાગ્યે મુંબઈની અંદર પ્રવેશી. એ સમયે જ અપર્ણાએ પોતાની આંખો ખોલી. એનો ચહેરો શિવ જે તરફ બેઠો હતો, એ તરફ ઢળેલો હતો. આંખો ખુલતાની સાથે જ એને શિવનો કોઈપણ પ્રકારનાં હાવભાવ વગરનો ચહેરો દેખાયો. એ જીપ ચલાવતી વખતે એકદમ શાંત નજર આવતો હતો. એની નજર રસ્તા પર મંડાયેલી હતી, અને પૂરેપૂરું ધ્યાન ડ્રાઈવિંગ પર જ હતું. એ જોઈને અપર્ણાના ચહેરાં પર સ્મિત આવી ગયું. શિવને આ વાતનો જરાં એવો પણ ખ્યાલ ન હતો, કે અપર્ણા જાગીને એને જ જોઈ રહી છે. એણે થોડીવાર શિવને એમ જ જોયાં પછી આળસ મરડીને કહ્યું, "આપણે મુંબઈ