મારી આ અનુઠી હરકતથી તને આશ્ચર્ય થયું હશે, ખરું ને ?કદાચ તે એવું વિચાર્યું હશે કે, વ્હોટ્સઅપ અને ઇન્સટાગ્રામ જેવાં સરળ સંદેશા માધ્યમ હાથવગાં હોય ત્યારે..પત્ર વ્યહવાર કોણ કરે ? સાચું કહું તો આ સવાલ મેં સ્વયંને પૂછ્યો’તો..અને પ્રત્યુત્તરમાં જવાબ પણ મળ્યો.. અને એ પણ ઘણા હિસ્સામાં..સૌ પ્રથમ તો... પત્રોમાં સંઘરાયેલી પુષ્પ સમાન પમરાટની અનુભૂતિનો અંશ કયારેય ઈનબોક્સમાં ન આવી શકે એ અલાયદી ખુશ્બૂનો વારસદાર તો કાયમ એકમાત્ર કાગળ રહ્યો બીજું કારણ પત્ર પ્રત્યેનો તારો પ્રેમ..વાંચતી વેળાએ એ ઉભરતાં ભાવ જે તને તારી નજદીક લઇ આવે તને એવું મહેસૂસ કરાવે જાણે કોઈ અતીત પળ ફરી જીવિત થઇ ગઈઅને તું એ