અજુક્ત (ભાગ ૫)

(13)
  • 3.7k
  • 1
  • 1.8k

એમણે ગાડીનું પાછળનું બારણું ખોલી એમાં બધા રમકડાં મૂકી દીધા. આગળનું બારણું ખોલી મને અંદર બેસવા કહ્યું. હું અંદર બેઠી અને તેમણે બારણું બધ કર્યું. પોતે ડ્રાઈવર સીટ પર બેઠા. ગાડી રસ્તા પર ચાલવા લાગી. મેં રોડ પરથી નાની મોટી ઘણી ગાડીઓ જોઈ હતી પણ પહેલીવાર હું કોઈ ગાડીમાં બેઠી હતી. મારી ખુશી સમાતી ન હતી. રસ્તામાં એક કપડાની દુકાનમાંથી એમણે મને કપડાં અપાવ્યાં. રસ્તામાંથી એક પીઝાની દુકાનમાંથી પીઝા લીધો. ગાડી એક બંગલા આગળ આવી રોકાઈ. અમે બંગલામાં દાખલ થયા. મેં મારી જિંદગીમાં પહેલીવાર આટલો મોટો બંગલો અંદરથી જોયો હતો. હું ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તેણે આમ