ડીએનએ (ભાગ ૯)

(16)
  • 3.5k
  • 1
  • 1.9k

રાણીપના શુભમ્ અપાર્ટમેન્ટ આગળ શ્રેયાની ગાડી આવી ઊભી રહી. શ્રેયાએ તેમાંથી ઊતરીને આજુબાજુ જોયું તો બીજા પણ ઘણા બધા ફ્લેટ હારબંધ દેખાયા. રસ્તા પર બહુ ચહલપહલ ન હતી. ફ્લેટ નવા બનેલા હોય એમ લાગતું હતું. તેણે ભૂખ લાગી હતી. તેણે આજુબાજુ નજર કરી, પણ ક્યાંક કોઈ ઢંગની રેસ્ટોરન્ટ ન દેખાઈ. તેણે નાસ્તો કરવાનું માંડી વાળ્યું. ફ્લેટની સામે બસ સ્ટેન્ડ પર તેની નજર ગઈ. તને જોયું કે એક યુવક યુવતીને કંઇક વાત ઉપર બોલાચાલી થઈ રહી હતી. શ્રેયાને દુરથી કંઈ સંભળાતું ન હતું. યુવકે પેલી યુવતીને ઉપરાઉપરી બે ત્રણ તમાચા ચોડી દીધા. શ્રેયા તરત તેમના તરફ આગળ વધી. યુવક પાસે જઈને