ભેદ ભરમ - ભાગ 31 - છેલ્લો ભાગ

(80)
  • 6.6k
  • 4
  • 3.2k

ભેદભરમ ભાગ-31   ધીરજભાઇ અને મયંકના ખૂનનું ભેદભરમ ઉકલ્યું   ‍ઇન્સ્પેક્ટર પરમાર હરમનના ફોનની રાહ જોઇ રહ્યા હતાં. કેસ બાબતે શોધખોળ કરવાની છે એવું કહીને બે દિવસથી હરમન ગયો હતો એ વાતને આજે સોમવારે બીજો દિવસ પૂરો થઇ રહ્યો હતો. ઘડિયાળમાં સાંજના ચાર વાગ્યા હતાં. અત્યાર સુધીમાં ઇન્સ્પેક્ટર પરમાર દસ વાર ચા અને પંદર વાર સીગરેટ પી ચૂક્યા હતાં. પોલીસ સ્ટેશનના બીજા કેસોમાં એમનો જીવ લાગતો ન હતો અને મનોમન હરમન પર ગુસ્સો પણ ખૂબ આવતો હતો. "સાલો હરમનીયો કેસ ઉકેલવાનું કહીને કોણીયે ગોળ લગાડીને જતો રહ્યો છે અને મારો ફોન પણ ઉપાડતો નથી." ઇન્સ્પેક્ટર પરમાર મનોમન ગુસ્સાથી બબડ્યા હતાં.