પાછળના ભાગમાં આપણે જોયું કે..."તારે મહેંદી ન મુકાય, તું ક્યાં વ્રત કરવાની છે? મા મારા માટે જ્વારા અને ખાઉં લાવી કે નહિ?" સુમનની વાતને વધારે ગણકાર્યા વગર મીરા મમતા બહેનને પૂછવા લાગી."હા દીકરી બધું લઈ આવી છું અને કાલ સવારે વહેલા ઊઠી પૂજા કરવા જવાનું છે યાદ છે ને? મમતા બહેન મીરાના કપાળે હાથ ફેરવતા બોલ્યા."હા મા મને યાદ છે, અને મારો નવો ડ્રેસ પણ નીકાળીને રાખ્યો છે.હવે તો વ્રત ચાલશે ત્યાં સુધી મજા જ મજા. રોજ નવા નવા કપડાં પહેરીને સ્કૂલ જવા મળશે", ખુશીથી કૂદતી મીરા બોલી."મા, મીરા દીદી અને તમે શું વાત કરી રહ્યા છો ? મને કંઈ