અજુક્ત (ભાગ ૪)

  • 2.9k
  • 1.6k

જીપમાં શરૂ થયેલા વિચારોની વણઝાર હજુ સુધી મિશ્રાના મગજનો પીછો છોડતી ન હતી. મગજ થાકી જવાથી શરીર પણ થાક અનુભવતું હતું. મિશ્રા સાત કપ ચા પી ગયા હતા. આ ઘટના એમના માટે કલ્પના બહારની હતી. મિશ્રાએ પાટીલને બોલાવ્યો અને સુચના આપી કે છોકરીને એમની ઓફિસમાં લઈ આવવામાં આવે. થોડીવારમાં લેડી કોન્સ્ટેબલ જીયાને બાવડેથી પકડીને લઈ આવી. જીયાને નીચે બેસવાનો હુકમ કર્યો. પોલીસ અધિકારીની ઓફિસમાં ગુનેગારોને જમીન પર ઉભા પગે બેસાડીને પૂછપરછ કરવાનો રીવાજ કોણે શરૂ કર્યો હશે એ તો કોઈને ખબર ન હતી, પણ પ્રણાલી પ્રમાણે વર્ષોથી ચાલતું આવતું હતું. મિશ્રાએ લેડી કોન્સ્ટેબલને રોકાતા કહ્યું, “એને ત્યાં નીચે નહીં, અહીં