સંબંધ - એક અજબ પ્રેમકહાની - 2

  • 2.8k
  • 1
  • 1.7k

જ્યારે શ્યામ પ્રિયાને જોવા માટે દયાપર જઈ રહ્યો હતો, ત્યારે તેના મનમાં ઘણી બધી અવઢવ ચાલી રહી હતી. પરંતુ જ્યારે તેણે પ્રિયાને પહેલી વાર જોઈ તો, તેને પ્રિયા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયેલો. તે ખૂબ ખુશ હતો, કે તેના જીવનમાં પ્રિયા જેવી સુંદર અને સુશીલ છોકરી આવશે. જ્યારે પણ તે પ્રિયા સાથે વાત કરવા માટે ફોન કરતો તો ઘણીવાર પ્રિયાનો ફોન વ્યસ્ત આવતો હતો. પ્રિયાની આ અજીબ હરકતો શ્યામથી છુપી નહોતી. પ્રિયા બીજા કોઈને પ્રેમ કરે છે તે જાણીને શ્યામ ને અતિશય દુઃખ થયેલું. તે ઘણીવાર રાત્રે એકલા રડી પણ લેતો. વિચારતો કે તેને એક સંસ્કારી છોકરી સાથે લગ્ન