ભેદ ભરમ - ભાગ 28

(26)
  • 4.3k
  • 1
  • 2.5k

ભેદભરમ ભાગ-૨8   માવજીના ખુલાસાથી આવ્યો આંચકો   માવજીને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયો એ વાતની હરમન અને ઇન્સ્પેક્ટર પરમારને ખૂબ જ નવાઇ લાગી હતી. "માવજીને અંદર મોકલ." ઇન્સ્પેક્ટર પરમારે હવાલદાર જોરાવરને આદેશ આપ્યો હતો. માવજી કેબીનમાં દાખલ થયો હતો. છ ફૂટની હાઇટ ધરાવતો માવજી શરીરે પાતળો અને મોઢા પર મોટી મૂછો ધરાવતો હતો. ઇન્સ્પેક્ટર પરમારે માવજીને ઇશારાથી ખુરશીમાં બેસવા કહ્યું હતું. "માવજી, તને કઇ રીતે ખબર પડી કે પોલીસ તને શોધી રહી છે? અને પોલીસ તને શોધી રહી છે તો તને કેમ શોધી રહી છે એ પણ તને ખબર હશે. તારું સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કારણ શું?" ઇન્સ્પેક્ટર