ભેદ ભરમ - ભાગ 27

(37)
  • 5.4k
  • 3
  • 2.9k

ભેદભરમ ભાગ-૨૭   પંદર ફૂટના ભૂતના રહસ્યનો ઘટસ્ફોટ    “ધીરજભાઈના ખૂન કેસમાં આ ભૂતની એન્ટ્રી ક્યાંથી આવી? રોજ એક નવી ઉલઝન ઉભી થઇ રહી છે. કેસમાં જરા આશાનું કિરણ દેખાય કે હવે કેસ ઉકેલાઈ જશે ત્યારે એક નવું લફરું આવીને ઉભું રહે અને મળેલી દિશા બંધ થઈ જાય. હવે આ ભૂતની વાત છે શું?” ઇન્સ્પેકટર પરમારે અકળાઈને હરમનને પૂછ્યું હતું. હરમને ડોક્ટર બ્રિજેશની પત્ની જીયાબેનને દેખાયેલા ભૂતની વાત સવિસ્તાર કરી હતી અને સાથે-સાથે એ બાબત વિશે ડોક્ટર બ્રિજેશ અને એમનો પુત્ર રિધ્ધેશ શું માને છે એ પણ કહ્યું હતું. હરમન જયારે ઇન્સ્પેકટર પરમારને જીયાબેને દેખેલા ભૂતની વાત કરતો હતો ત્યારે