અજુક્ત (ભાગ ૩)

  • 2.9k
  • 1.6k

મિશ્રા પોતાની ઓફિસમાં એકલા બેઠા બેઠા સિગરેટના ધુમાડામાં લપેટાઈ ગયા હતા. તેમની સામેના ટેબલ પર રહેલી એશ ટ્રે સિગરેટના ઠુંઠાથી ભરાઈ ગઈ હતી. તેમને સુજતુ ન હતું કે તપાસ આગળ વધારવી કઈ રીતે? લાશના બીજા અંગો મળ્યા ન હતા. ફોન નંબર હતો નહીં કે જેનાથી કોન્ટેક્ટ કરી શકાય. આખા મુંબઈના લોકોના ડીએનએ એકઠા કરી શકાય એમ ન હતા. સર ના અવાજથી મિશ્રા ધ્યાનમાં આવ્યા. તેમણે સામે જોયું તો કોન્સ્ટેબલ પાટીલ ઉભો હતો. મિશ્રાએ પૂછ્યું, “બોલ, પાટીલ કોઈ લીડ મળી?” મિશ્રાના અવાજમાં થાક વરતાતો હતો. પાટીલે જવાબ આપ્યો, “ના સર. તમારે માટે ચા મંગાવું?” મિશ્રાએ માથું હલાવી હા કહ્યું. પાટીલે ચાવાળાને