ડીએનએ (ભાગ ૬)

(14)
  • 3.5k
  • 1
  • 2k

નિરામયભાઈના ઘરમાં સન્નાટો છવાયેલો હતો. કુમુદબેન સોફામાં બેઠા બેઠા ડૂસકાં ભરતા હતા અને વારે વારે સાડીના પાલવથી આંખો અને નાક લુછતા હતા. ટીપોઈ પર નાસ્તાના પડીકાં પડ્યા હતા. પડીકાં જોતા જણાતું હતું કે કોઈએ નાસ્તો કર્યો ન હતો. નિરામયભાઈ આંટા મારી રહ્યા હતા અને પોતાની જાત પર કાબુ જાળવી રહ્યા હતા. તેમણે મન મક્કમ રાખ્યું હતું. મૈત્રીનું દુઃખ તેમને પણ હતું, પણ જો પોતે ઢીલા પડે તો પરિવારને સાચવે કઈ રીતે? અચાનક લાલ અને વાદળી પ્રકાશે તેમનું ધ્યાન બહાર તરફ ખેંચ્યું. તેઓ ઝડપથી દરવાજા પાસે પહોંચી ગયા. પોલીસ ટીમમાંથી ઇન્સ્પેક્ટર પરેશ અને હવાલદાર ઝાલા મુખ્ય પ્રવેશદ્વાર ખોલી અંદર પ્રવેશ્યા. નિરામયભાઈએ