આજની યુવા પેઢી....

  • 8.1k
  • 1
  • 3.1k

ભારત પાસે આજે વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ છે. યુવાનો જોશથી ભરેલા હોય છે. યુવા વસ્તીનો અર્થ કાર્યશીલ વસ્તી એવો પણ થાય. એટલે કે આજે ભારતમાં નાના બાળકો અને અકાર્યશીલ એવા વૃદ્ધો કરતાં યુવાનોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. આંખોમાં આશાઓ અને નવા નવા સપના સાથે ઉડાન ભરતા આજના યુવાનોના મનમાં કાંઈક કરી છૂટવાની ભાવના હોય છે. યુવાઓમાં એમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને પોતાની મૂઠ્ઠિમાં કરવાનું સાહસ હોય છે. આ જ સાહસ અને પ્રબળ ઇચ્છશક્તિને કારણે જ એમને યુવાન કહેવાય છે. યુવાન શબ્દ જ મનમાં એક નવી ઊંચાઈ તરફ જવાનો અને ઉમંગ પેદા કરવાવાળો શબ્દ છે. આપણા જીવનમાં