મુકુંદભાઈ નિરામયભાઈની જ સોસાયટીમાં તેમના ઘરથી ત્રણ ઘર છોડીને રહેતા હતા. મુકુંદભાઈના ઘરનો નંબર ૩૯ અને નિરામયભાઈના ઘરનો નંબર ૪૨. મુકુંદભાઈને નિરામયભાઈએ તેમના ઘરે જઈને આખી ઘટનાની વાત કરી ત્યારે મુકુંદભાઈએ સાંત્વના આપતા કહ્યું, “નિરામયભાઈ ચિંતા ન કરો, આપણે મૈત્રીને શોધી લઈશું.” બંને તરત રવાના થયા. નિરામયભાઈ માટે પોલીસ સ્ટેશનનો અનુભવ પહેલીવારનો હતો. તેમણે ઘણીવાર તેમના મિત્રો પાસેથી પોલીસ સ્ટેશનના ખરાબ અનુભવો વિષે સાંભળ્યું હતું. પોલીસ કંઈ કામ કરતી નથી. એમને તો બસ હપ્તા ઉઘરાવવામાં અને હરામનું ખાવામાં જ રસ હોય છે. વરસાદ રોકાઈ ગયો હતો. મુકુંદભાઈએ પોતાના લાગતાવળગતાને ફોન શરૂ કરી દીધા હતા કે કોઈની ઓળખાણ છે નવરંગપુરા પોલીસ