હાસ્ય લહરી - ૨૮

  • 3.1k
  • 1
  • 1.2k

બાળકો મોલમાં મળતા  હોય તો..?                       અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે.  એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ ઉપર દેડકીએ આસન ગ્રહણ કર્યું હોય તેવી થાય નહિ. બાકી ‘ફ્રેન્ચાઈસી’ માંગવાવાળા તો વાડકા લઈને ઘણા નીકળે..! આપી હોત તો, પ્લાસ્ટિકના હવાવાળા માણસ બનાવીને, ચંદ્ર ઉપર ચઢાઈ કરવા મોકલ્યા હોત..! લોકસભા ને રાજસભા વગર એકલા હાથે ભગવાન બધો કારભાર ચલાવે, પણ એક ભૂલ નહિ કરે. વર્ષોથી અબજો માણસ ઘડી કાઢ્યા હશે, પણ એક બીબું બીજા મોડલ માટે વાપરે નહિ. ને કોઈના ઉપર એમનું નામ નહિ કે, આ ધંધો મેં કર્યો છે..! એના કપાળમાં કાંદા