હાસ્ય લહરી - ૨૭

  • 3.1k
  • 1.2k

ભજીયા વગર ચોમાસું સુનું રે લાગે..!                                       હવા એક હોય, ખાતર પાણી એક હોય, જમીન એક હોય,  છતાં એના કપાળમાં કાંદા ફોડું જુદા-જુદા ઝાડવે જુદા-જુદા ફળ અને ફૂલ થવાનું રહસ્ય હોય..! આવું જાણવાના ચહકડા મને બાલ્યાવસ્થાથી જ આવે..! પછી  ખાવાનો શોખીન થયો, ત્યારે ભજીયાં અડફટમાં આવ્યા. સેવ-પાપડી-ગાંઠીયા-ફાફડા-ફૂલવડી જેવાં અનેક ‘ટેસ્ટી’ ફરસાણ વગેરે ચણાના લોટમાંથી જ બને, છતાં એમાંથી એકેય ભજીયાની લોકપ્રિયતાના મુકામ સુધી કેમ પહોંચ્યું નાં હશે..? સ્વાભાવિક છે કે, મગજવિકસતું  હોય ત્યારે પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ, અને અલ્પવિરામ કરતાં સવાલચિહ્નનનો ભરાવો વધારે થાય. ભજીયાનો એ ગુણધર્મ છે કે, ઘાણ ઉતરવા માંડે ત્યારથી, ખાનારની જીભ લપકારા લેવા માંડે કે, 'ક્યારે હું ભજીયાંને ગૃહપ્રવેશ કરાવું..?'  ભૂખ હોય કે ના હોય,  ભજીયું સામાવાળાની ભૂખ ઉઘાડે.  લય અને તાલ તો એવાં