હાસ્ય લહરી - ૨૪

  • 3k
  • 1.1k

  ઢોસા ખાવાના મારા ખડતલ પ્રયોગો..!                                  ઢોસો (ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે, ને ખાવા મળે તો મોંમાં પાણી આવે..! ઢોસા-ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ..! પેટ છૂટી વાત કરું..? ભણતો ત્યારે શિક્ષકના 'સ્પાયસી'  ઢોસા તો ઘણા ખાધેલાં. જેનો ‘ટેસ્ટ’ હજી બરડામાં ઘૂમરી મારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી, કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી..!  સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી, પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડી નાંખે. મસાલા-ઢોસાનું નામ પડતાં જ  મોંઢામાં ફૂવ્વારા છૂટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ, એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ.,! સંભાર ચટણી ને મસાલો-ઢોસો, એટલે સાળો-સાસુ ને વાઈફનું કોમ્બીનેશન..!  એમ થાય કે, સંબંધના 'સાળા' ઉપરથી તો