ધોતિયું ઝાકમઝોળ..! કોઈપણ ધોતીધારક ગુજરાતીને વ્હાલો બહુ. ધોતિયું પહેરવું પણ એક કળા છે. મતલબ કે , ધોતિયું કાઢવું ભલે હોય, સહેલું પણ પહેરવા માટે ગાઈડ ભાડે કરવો પડે. કોના ઘરમાં ધોતિયાધારીની કેટલી સિલ્લક છે, એવું સર્વે હજી સુધી કોઈએ કર્યું નથી, ને આપણને ‘ટાઈમ’ પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ કરવાના સંસ્કાર પણ વિસરાતા સૂર જેવા થવા માંડ્યા. ઉમરની છેલ્લી ઓવર ચાલતી હોય એ મહાત્માઓ પણ બરમૂડા પહેરીને બકાલું લેવા બહાર નીકળવા માંડ્યા. જો કે આ કોઈ રશિયા-યુક્રેન’ જેવો લડાયક પ્રશ્ન નથી. પણ