હાસ્ય લહરી - ૧૯

  • 3.1k
  • 1.2k

 ફાટેલી ગરમીના ફાટેલા થીંગડા..!                        ફાટ..ફાટ થતી ગરમીમાં પૃથ્વીસ્થ જીવોની હાલત ભયાનક થઇ જાય દાદૂ..! પાંચ કિલો ગરમ મસાલો ચાવી ગયા હોય એવી થઇ જાય..! પ્રત્યેક માણસ સળગતો હોય એવો જ લાગે. યમરાજને પણ ધરતી ઉપર જીવ લેવા આવવા, ધડક ઉપડે. એવી ફાટેલા મિજાજવાળી ગરમી..! વાઈફ પણ વિષુવવૃત પ્એરદેશમાંથી પકડી લાવ્યા  હોય એમ, લ્હાયબંબા જેવી લાગે.  ઠંડી કન્યા સારી, પણ તેજાબી કન્યા સાથે પનારો નહિ પડાય એવી હાલત થાય. જાડી ચામડીવાળાને ભલે,  હિમાલયના ઠંડા પવન જેવી ગરમી લાગે, બાકી કાળઝાળ ગરમી તો એવી લાગે કે, દરિયામાં પથારી કરીને સુવાનું મન થઇ આવે..!  ‘ગરીબ કલ્યાણ મેળા’ ની માફક ઉનાળામાં એકાદ ‘ગરમી કલ્યાણ