વંદના - 25

  • 3k
  • 1.2k

વંદના -25ગત અંકથી ચાલુ...વંદનાની વાત સાંભળીને ડોકટર મોદી અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતાનાં ચહેરા પર વંદના માટે સન્માન ના ભાવ છવાઈ ગયા. બંને એકબીજા સામે ગર્વથી જોવા લાગ્યા. વંદના અચાનક તે બંનેનું ધ્યાન દોરતાં બોલી" ઇન્સ્પેકટર સાહેબ હવે તમારે કંઈ પૂછવું છે મને?""હમમ હા મેડમ એક વાત જરૂર પૂછીશ કે તમે અમને આ કેસ માં મદદ કરશો પણ શા માટે? શું તમે તમારા દોસ્તની ખિલાફ જઈ શકશો?"ઇન્સ્પેકટર રાજીવ મહેતા એ વંદનાને પૂછ્યું..."મે તમને હમણાં જ કહ્યું કે મારા માતાપિતા એક Ngo માં કામ કરતા ખૂબ જ ઈમાનદાર અને વરિષ્ઠ કાર્યકર્તા છે. મારા માતા પિતાએ પોતાનું આખું જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું