મધ્યપ્રદેશનાં જંગલમાં એક રાત

(17)
  • 4.6k
  • 1
  • 2k

સવારનાં અગિયારેક વાગ્યે અચાનક વાવાઝોડાંની જેમ મેઘન ઘરમાં આવી તેને એ ત્રણેની બહારગામ જવાની બેગ તૈયાર કરવાનું કહી પાછો બહાર જતો રહ્યો. એ જ તો પ્રોબ્લેમ હતો, એ ક્યારેય ઘરમાં બેસતો જ નહીં. ખાવા અને સૂવા સિવાય એ ઘરમાં રહેતો જ નહોતો, અરે, અને તે ય કાંઈ નક્કી તો નહીં જ, આવે પણ ખરો, ના પણ આવે! તે એને જરા પણ પસંદ નહોતું. મેઘનનાં બહાર નીકળી ગયાં પછી તેણે જરાક ગુસ્સામાં ડોકી હલાવતાં હલાવતાં બેગ કાઢી તેનાં, મેઘનનાં અને મેધાવીનાં કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ યાદ કરીને ભરી દીધી. જોકે એ કામ પણ એટલું તો સહેલું નહોતું. મેઘન શું પહેરશે તે