દુબઈ પ્રવાસ 4ત્રીજે દિવસે ઊઠીને ઝટપટ બ્રંચ વગેરે પતાવી 8.40 વાગતાં તો ચાલતા બુર્જમાન મેટ્રો સ્ટેશન તરફ જવા નીકળી પડ્યા. રસ્તે ઓફિસ જતા લોકો પણ ખૂબ હતા. બુર્જમાન સ્ટેશનની કઈ બાજુ જવું? ત્યાં અલ ખલીજ મોલ જોયો. એનું બિલ્ડિંગ પણ બહારથી ઢળતું સરસ હતું. દોડીને મોલની અંદરથી ક્રોસ કરી સામે આવ્યા તો ટુરિસ્ટ બસ આવવામાં જ હતી.બસમાં એક આફ્રિકન કપલમાં યુવતી કાળી અને જાડા હોઠ વાળી હોવા છતાં નજર ચોંટી જાય તેવી સુંદર હતી. ઢીંગલીઓ જેવી પાતળી કમર, તીણું નાક, સ્લિમ પગ.એક યુરોપિયન મહાશય હતા જે કાંઈક જમીનનો ધંધો કરવા આવ્યા હોય તેમ ગાઇડને જમીન અને ફલેટના દરેક એરિયામાં ભાવ