ડીએનએ (ભાગ ૩)

(14)
  • 3.6k
  • 2.2k

ઘડિયાળમાં સાડા સાત થયા હતા. કુમુદબેને ઘડિયાળ જોઈ. તેમના માથાની રેખાઓ તંગ બની. મનમાં બબડ્યા, “કેમ હજી આવી નહીં.” તેમણે મૈત્રીને ફોન લગાડ્યો. ફોનમાં રીંગ વાગી અને ત્રીજી રીંગ પછી ફોન કટ થઈ ગયો. નિરામયભાઈ તૈયાર થઈને આવ્યા. તેમણે કુમુદબેનની સામે જોયું. તેમના ચેહરા પર ચિંતા છવાયેલી જણાઈ. તેમણે અવાજમાં માધુર્ય લાવી પૂછ્યું, “આજે તો બહુ સુંદર લાગો છો ને. પણ ચેહરા પર કેમ સુંદરતા કરમાયેલી લાગે છે? શું ચિંતા સતાવે છે?” કુમેદબેને મીઠો સણકો કરતાં કહ્યું, “તમને મજાક સુજે છે. મૈત્રી હજી સુધી આવી નથી.” નિરામયભાઈએ દિલાસો આપતા કહ્યું, “આવી જશે.” કુમુદબેને તરત થોડા ઊંચા અવાજે કહ્યું, “શું આવી