ડીએનએ (ભાગ ૨)

(11)
  • 3.9k
  • 2.4k

જ્યુસના ખાલી ગ્લાસ અને ભાખરીની ખાલી ડીશ ટીપોઈ પર પડ્યા હતા. જોશી પરિવારના હસવાનો અને વાતોનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તેમની ખુશી જોઈને ઘણાને ઈર્ષા થતી હતી. પરિવાર પ્રેમ, સ્નેહ, હુંફ અને લાગણીથી ટકી રહે છે અને સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ રહેતી નથી.        નિરામયભાઈએ ઘડીયાર જોતા મૈત્રીને કહ્યું, “બેટા, સાડા પાંચ થયા. તારે જવાનું નથી?”        મૈત્રીએ ધીરજથી જવાબ આપતા કહ્યું, “હજી તો વાર છે.”        નિરામયભાઈએ ઉમેર્યું, “પણ રોજ તો તું સાડા પાંચ વાગ્યે નીકળી જાય છે ને.”        મૈત્રીએ મજાકમાં કહ્યું, “હેં, ખરેખર. તો હું જાઉં.”        નિરામયભાઈએ તેની બેગ લઈ