તલાશ 2 - ભાગ 24

(49)
  • 4.4k
  • 1
  • 2.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  વહેલી સવારે જયારે પોણા છ વાગ્યે જીતુભા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો. ત્યારે અનોપચંદ પોતાના બેડરૂમમાં કોઈ ડોક્યુમેન્ટ તપાસી રહ્યો હતો. સ્નેહા પોતાના બેડરૂમમાં આરામ કરતી હતી કેમકે એણે સવારે લગભગ 4 વાગ્યા સુધી સુમિત સાથે ભવિષ્યન પ્લાન વિશે ચર્ચા કરી હતી. પછી સુમિત દુબઈ જવા રવાના થયો અને સ્નેહા આરામ કરવા ગઈ. તો એ જ વખતે પૃથ્વીના અંધેરીવાળા ઘરે નોકર ચાકરોની ભાગાદોડી ચાલુ હતી. ગમે તે મિનિટે ખડક સિંહ અને એમના પત્ની કે જેને બધા નોકરો માં સાહેબ કહેતા તેઓ આવવાના હતા. મોહનલાલ પોતાના ઘરે