તલાશ 2 - ભાગ 23

(54)
  • 4.1k
  • 3
  • 2.3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "ફૈબા જુઓ કોણ આવ્યું છે." કહેતી બારણું ઉઘાડું રાખીને સોનલ શરમાઈને પોતાની રૂમમાં ઘુસી ગઈ. બિલ્ડીંગની નીચે આવેલ ઓફિસમાં બેઠેલા સુરેન્દ્ર સિંહે એ બેઉ ને બોલેરોમાંથી ઉતરતા જોયા એટલે ઓફિસમાંથી બહાર આવી ને પૃથ્વી ને કહ્યું. "પધારો કુંવર સા." પૃથ્વી બોલેરો પાર્ક કરીને એની ઓફિસમાં ગયો. એટલે સોનલે કહ્યું "હું ઉપર ફૈબાને કહી ને ભોજનની તૈયારી કરું છું બાપુ તમે લોકો ઉપર જ બેસો".  "કોણ આવ્યું છે અત્યારે?" કહેતા જીતુભાની માં બહાર આવ્યા. એટલામાં સોનલે પોતાની રૂમમાંથી કહ્યું. "ફૈબા તમારા જમાઈ રાજ આવ્યા છે.