દુબઈ પ્રવાસ - 3

  • 3.3k
  • 1.5k

દુબઈ પ્રવાસ 3બીજે દિવસે રૂમના પડદા ખોલ્યા ત્યાં મીઠો તડકો આવતો હતો. બિલમાં સમાવેશ હતો તે બ્રેકફાસ્ટ માટે ગયાં. મેં તો પહેલાં ફ્રૂટ પછી પેલા પ્રિન્ટઆઉટની જેમ બહાર આવતા ટોસ્ટ અને મધ તથા જામ, પછી બોઇલ્ડ એગ સાથે કોઈ બાફેલા ટામેટા, લેટ્યુસ, ઓલિવ વ. નો સેલાડ ઉપર ક્રીમ અને એકાદ ફ્રાઇડ વસ્તુ ઉપર ફિલ્ટર કોફી 'દબાવ્યું'. ઘરનાંઓએ તેમની રુચિ અનુસાર. આજે ઉતાવળ નહોતી. કાલનો થાક ઉતારવા અને નાનાં બાળકોની ઊંઘ પૂરી કરવા. હોટેલના સ્વિમિંગ પુલમાં તર્યો. 5 વર્ષનો પૌત્ર પણ એનું હવા ભરેલ જેકેટ પહેરી ખૂબ તર્યો.થોડું નેટ પર સર્ચ કરી 11.30 આસપાસ શુક અને મ્યુઝીયમ જોવા નીકળ્યા.રસ્તે શેખ જાહેદ