ડીએનએ (ભાગ ૧)

(13)
  • 5.9k
  • 2
  • 3.1k

જેમ પ્રેમી પોતાની પ્રેમિકાને ઘણા દિવસના વિરહ પછીના મિલનમાં પ્રેમથી ભીંજવી દેવા આતુર હોય કાંઇક એમ જ ગઈકાલથી મેઘરાજા પંદર દિવસના વિરહ બાદ ધરતીને પોતાના અગાધ પ્રેમથી ભીંજવી દેવા આતુર થયા હતા. આજે સવારે થોડોક પોરો ખાઈને ફરીથી ઝરમર ઝરમર વરસવા લાગ્યા હતા. લગભગ બપોરના અઢી વાગવા આવ્યા હતા, પણ સામાન્ય દિવસોમાં હોય તેટલું અજવાળું દેખાઈ રહ્યું ન હતું. દેડકાંઓનો ટરર ટરર અને કંસારીઓ તથા તમરાંઓનું સંગીત અમદાવાદ શહેરના શોરબકોરમાં પણ સહેજ સહેજ કુદરતની અનુભૂતિ કરાવી રહ્યું હતું. રસ્તા પર દોડતા વાહનોના હોર્નના અવાજો વચ્ચે કયાંક ક્યાંક મોરલાના ટહુકા કુદરતની હયાતીનો અહેસાસ કરાવી રહ્યા હતા. આજ વાતાવરણની અનુભૂતિ સૌરાષ્ટ્રના કોઈ