વારસદાર - 15

(96)
  • 7.8k
  • 3
  • 6.3k

વારસદાર પ્રકરણ 15મંથનને લઈને ઝાલા અંકલ ઘરે પાછા આવ્યા ત્યારે ૧૧ વાગી ગયા હતા. ઘરે આવ્યા ત્યારે બે ક્લાયન્ટ કોઈ કોર્ટ મેટર માટે એડવોકેટ ઝાલાને મળવા માટે ડ્રોઇંગરૂમમાં બેઠેલા હતા. મંથન ત્યાં પડેલું મુંબઈ સમાચાર પેપર લઈને પોતાના બેડરૂમમાં જઈને બેઠો. દશેક મિનિટ થઈ ત્યાં અદિતિ એના રૂમમાં આવી. " આવી ગયા તમે ? ગુરુજીનાં દર્શન કરી લીધાં ?" અદિતિ બોલી." હા. એક મહાન વિભૂતિનાં દર્શન થયાં. એમની વાણી સાંભળીને મન તો ભગવા રંગે રંગાઇ જ ગયું હતું પરંતુ તમારા શબ્દો યાદ આવ્યા એટલે હાલ પૂરતો વિચાર માંડી વાળ્યો." મંથન હસીને બોલ્યો." અમારું આટલું માન રાખવા માટે ખૂબ ખૂબ આભાર.