વસુધા - વસુમાં - પ્રકરણ -48

(67)
  • 5.3k
  • 2
  • 2.6k

વસુધા - વસુમાં પ્રકરણ -48   ગુણવંતભાઈનાં  કુટુંબ ઉપર પસ્તાળ પડી હતી બધીબાજુથી જાણે મુશ્કેલી પીછો નહોતી છોડી રહી. પીતાંબરની હાલત ખુબ નાજુક હતી ડોક્ટરનાં કહેવાં પ્રમાણે પીતાંબરનાં ઘોડા પરથી પડી જવાથી એનાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી એને પહેલાં ઘા હતોજ એનાં ઉપર ફરીથી માર વાગતાં બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું આણંદનાં ડોક્ટર એનું વહેતુ લોહી અટકાવવા અને અંદર ને અંદર જે લોહી એકઠું થઇ રહેલું બંન્ને સ્થિતિને કાબુમાં લેવાં ઇન્જેક્શન અને દવાઓ આપી રહેલાં પરંતુ પીતાંબરની સ્થિતિમાં સુધારો નહોતો આવી રહેલો.      વડોદરાનાં મોટાં ન્યુરોલોજીસ્ટ મયંક પટેલને પણ તાત્કાલિક બોલાવેલાં તેઓ વડોદરાથી બાય રોડ આવવા નીકળી ચૂક્યાં હતાં