યારી@વિદ્યાનગર.કોમ - 10 - છેલ્લો ભાગ

  • 1.8k
  • 800

પ્રકરણ-૧૦ સમયને વીતતા કયાં કંઈ વાર લાગે છે? સમય જતાં ચોથા સેમેસ્ટરનું રીઝલ્ટ પણ આવ્યું. આખો કલાસ ખૂબ જ સારા માર્ક્સથી પાસ થઈ ગયો હતો. રીઝલ્ટના દિવસે બધા મિત્રો ઘણાં સમય પછી ફરીથી એકવખત ભેગાં થયા હતાં. રીઝલ્ટ લઈને બધાં ડિપાર્ટમેન્ટની બહાર ચા ની કીટલી આવેલી હતી ત્યાં ચા પીવા ગયાં. ચા પીતાં પીતાં બધાં વાતો કરી રહ્યાં હતાં અને આનંદ પ્રમોદ કરી રહ્યાં હતાં. આ મુલાકાત બધાં જ મિત્રોની છેલ્લેથી આગલી મુલાકાત હતી. છેલ્લી મુલાકાત તો કોન્વોકેશનમાં જ્યારે ડીગ્રી મળવાની હતી ત્યારે થનાર એ સમારોહમાં થવાની હતી. ચા ની ચૂસકી લેતાં લેતાં લવ બોલ્યો, "હવે તો આપણે કેરિયર પર