પ્રેમ ની સાચી મહેક

  • 4.1k
  • 2
  • 1.5k

અઢી અક્ષર નો પ્રેમ એ કોઈ એક દિવસ,એક ‌ઋતુ , અમુક ઉંમર કે અમુક સમયગાળા નો મહોતાજ નથી ,એતો બારેમાસ ચાલતા વાસંતી વાયરા નો મધમીઠો અહેસાસ છે..ઉંમર નો તડકો તેને સુકવી ન શકે કે ન મુસીબતો નો વંટોળ તેને ઉડાવી શકે.દિલ થી જોડાયેલી લાગણીસભર સંબંધ સદાબહાર ખીલતો અને મહેકતો રહે છે. તો ચાલો આપણે પણ માણી આવા જ એક પ્રેમ ની મિશાલ ને પ્રેરણારૂપ એવા આ પ્રેમ- સંબંધ ની મહેક ને......... ‌ સદાય મહેકતો રહેતો ચહેરો માપસર ની ઊંચાઈ ,મધ્યમ બાંધો,ઘંઉવણૉ વાન ,ગાલ પર નું ખંજન ને હોંઠો પર સદાય વહેતું સ્મિત તેની સુંદરતા માં ઉમેરો કરતુ એવી નવયૌવના ધરા