નેહડો ( The heart of Gir ) - 62

(33)
  • 3.8k
  • 3
  • 1.8k

પાણીમાં પડેલી ભેંસો આંખો બંધ કરી વાગોળવામાં મસ્ત હતી. માથે બેઠેલી કાબરો જીવાત વીણી ખાતી હતી. ભેગા બે ત્રણ કાગડા પણ હતા. જે ખાલી જીવાત નહોતા ખાતા. પરંતુ ભેંસોના કાન મૂળિયાને ઠોલીને તેમાંથી નીકળતા રુધિરનો સ્વાદ લઈ રહ્યા હતા. ભેંસોને કાન મૂળિયાંમાં ચળ આવતી હોવાથી કાગડાની અણી વાળી લોહી કાઢતી ચાંચ પણ તેને સારી લાગતી હતી. પરંતુ ભેંસોને ક્યાં ખબર હતી કે જીવાતની આડમાં કાગડા તેનું રુધિર પી રહ્યા છે! એક સાગના ઝાડને છાયડે કનોને રાધી પાણીમાં પડેલી ભેંસોનું ધ્યાન રાખીને બેઠા હતા. જેવી રાધીની નજર પેલા કાગડા પર પડી એટલે તેણે કનાને કહ્યું, "કના એક રદાડો કર્ય, ઓલ્યાં કાગડા